મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

​​​​​​​બાંધણું કરવાના નાટક ?!: મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રીનો મેળો લૂંટ મેળો બન્યો છતાં તંત્ર તમાસો જોતું રહ્યું ?


SHARE





બાંધણું કરવાના નાટક ?!: મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રીનો મેળો લૂંટ મેળો બન્યો છતાં તંત્ર તમાસો જોતું રહ્યું ?

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રી નિમિતે બે દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી શિવજીના દર્શન, પૂજન અને મેળાનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા જો કે, મેળામાં તંત્ર દ્વારા રાઇડસને મંજુરી આપવામાં આવી હતી ત્યારે ભાવનું બાંધણું કરવામાં આવ્યું હતું પરંતુ તંત્રની ઐસી તૈસી કરીને રાઇડ્સ વાળાઓએ લોકો પાસેથી માથા દીઠ 100 રૂપિયા લીધા હતા તો પણ તંત્ર વાહકો મુકપ્રેક્ષકની જેમ માત્ર તમાસો જ જોતાં રહયા હતા. 

મોરબીના રફાળેશ્વર મંદિર પાસે જાંબુડિયા ગામના સરકારી ખરાબા વાળી જમીનમાં લોકમેળા માટે એમ્યુઝમેંન્ટ રાઇડસના ઈંસ્ટોલેશન અને ઓપરેશન માટે મંજુરી આપવામાં આવી હતી અને તેના હુકમમાં ઘણી બધી શરતો પણ રાખવામા આવી હતી જેમાં ખાસ કરીને પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયમન વિગેરે માટે યોગ્ય પગલા લેવા જણાવ્યું છે અને આટલું જ નહીં મેળામાં રાઇડ્સ માટે શરતી મંજુરી આપવામાં આવી હતી તેમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટીવીટીઝ સેફટી રૂલ્સ 2024 તા. 23/7/24 ના રોજ પ્રસિદ્ધ થયેલ તમામ નિયમોનું પાલન કરવા જણાવ્યુ હતું અને ટીકીટના ભાવ 18 વર્ષથી ઓછી ઉમરના માટે મહત્તમ 30 રૂપિયા અને 18 વર્ષથી મોટી ઉમરના માટે 40 રૂપિયા રાખવા અને પાર્કિંગ માટે ટૂ વ્હીલના 10 અને ફોર વ્હીલ્સના 40 રૂપિયા નક્કી કર્યા હતા જો કે, મંજૂરી આપવામાં આવી હતી તેની સાથે જ ભાવનું બાંધણું કર્યું હતું તો પણ તંત્ર અને તંત્ર વાહકોની ઐસી તૈસી કરીને મેળામાં આવેલા લોકો પાસેથી રાઇડ્સ વાળાઓએ માથા દીઠ 100 રૂપિયા ટિકિટના લીધા જતાં અને તેના વિડીયો પણ સામે આવ્યા હતા તો પણ તંત્ર વાહકો જાણે કે મુકપ્રેક્ષક હોય તેવી રીતે ગઈકાલે સવારથી લઈને મોડી રાત સુધી મહશિવરાત્રી નિમિતે યોજાયેલા મેળામાં જેટલા પણ લોકો આવેલ હતા તેની પાસેથી રાઇડ્સના સંચાલકો દ્વારા 100 રૂપિયાની ટિકિટ ઉઘરાવવામાં આવી હતી તે હકકીત છે ત્યારે હવે ઘોડા છૂટી ગયા પછી તંત્ર વાહકો મેળાની મંજૂરી લેનારા સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.




Latest News