મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી મોરબીની રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોકના જથ્થા સાથે 2 શખ્સ પકડયા, 21.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી કલેક્ટરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની લીધી મુલાકાત મોરબી આરટીઓ કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન યોજાશે ભુજથી દિલ્હી માટે એર ઇન્ડિયાની નવી ફ્લાઇટ શરૂ, વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની લીધી મુલાકાત


SHARE







મોરબી કલેક્ટરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની લીધી મુલાકાત

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીની કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા રજિસ્ટ્રાર ડૉ. બિમલકુમાર પટેલ દ્વારા કચેરીમાં કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે કલેક્ટરને વિસ્તૃત માહિતી આપી હતી.

કલેક્ટરએ કચેરીમાં ઈ-સરકારની કામગીરી ઉપરાંત નોંધણી, ઓડિટ અને ઇન્સ્પેક્શન સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે આવક-જાવક રજિસ્ટર, નોંધણી રજિસ્ટર, યોજનાકીય રજિસ્ટર સહિતના વિવિધ રજિસ્ટરોની ચકાસણી કરી કચેરીની કામગીરીનું નિરીક્ષણ કરવામા આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ કચેરીમાં આવતા અરજદારોને સરળતાથી અને સમયસર સેવાઓ મળી રહે તે રીતે કામગીરી કરવા તેમજ તમામ અરજીઓનો કાયદાકીય જોગવાઈઓ અનુસાર યોગ્ય અને સમયમર્યાદામાં નિકાલ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.




Latest News