મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી મોરબીની રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોકના જથ્થા સાથે 2 શખ્સ પકડયા, 21.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી કલેક્ટરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની લીધી મુલાકાત મોરબી આરટીઓ કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન યોજાશે ભુજથી દિલ્હી માટે એર ઇન્ડિયાની નવી ફ્લાઇટ શરૂ, વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી આરટીઓ કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન યોજાશે


SHARE







મોરબી આરટીઓ કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન યોજાશે

મોરબી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા મોરબી જિલ્લાની મોટરીંગ જનતા માટે ટ્રાંસ્પોર્ટ વાહનોની જુની સિરીઝ GJ 36 V અને X ના પસંદગીના નંબરો મેળવવા માટે પારદર્શક, નિષ્પક્ષ અને સરળ ઓનલાઈન ઓક્શન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેવા ઈચ્છતા વાહન માલિકોએ http://parivahan.gov.in/fancy/ પર રજીસ્ટ્રેશન કરી, નિયમ મુજબ CNA ફોર્મ ભરીને આગામી તા. ૨૯/૧૦ થી ૩૧/૧૦ સુધીમાં ઓનલાઈન એપ્લિકેશન કરી પાયાની રકમ ભરવાની રહેશે. ત્યારબાદ તા. ૩૧/૧૦ થી ૨/૧૧ સુધીમાં વાહન માલિકો પોતે પસંદ કરેલ નંબર માટે ઓનલાઈન બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

આ બિડિંગ દરમિયાન જો અરજદાર દ્વારા બિડાણની રકમ રૂ. ૧૦૦૦ ના ગુણાંકમાં વધારવામાં આવે તો હરાજી પૂર્ણ થયાના ૫ દિવસમાં તફાવતની રકમ ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે, અન્યથા ડિસક્વાલિફાય કરવામાં આવશે. જ્યારે ઓનલાઈન હરાજીમાં અસફળ રહેનાર અરજદારોની પસંદગી નંબર માટે ભરેલી રકમ ૫ થી ૭ દિવસમાં તેમના ખાતામાં પરત જમા કરી દેવામાં આવશે. સફળ ઉમેદવારોએ પેમેન્ટ રિસિપ્ટ અને અલોટમેન્ટ પત્ર મેળવી નોંધણી માટે આર.ટી.ઓ. કચેરી ખાતે અચૂક દસ્તાવેજો જમા કરાવવાના રહેશે, તેમ મોરબી પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

હળવદમાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૮/૧૦ રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હળવદના સરા રોડ પર આવેલ પ્રા. વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ. ખાતે આયોજિત આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. આ ઔદ્યોગિક ભરતી મેળામાં ભાગ લેવા માટે નોન-મેટ્રિક (ધોરણ ૯ પાસ), એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. અથવા સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત તેમજ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો પાત્ર રહેશે.




Latest News