મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવતા પરિવારોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવી ખુશીઓ વહેંચી હળવદના કડીયાણા ગામે ૧૦૭.૩૯ લાખના ખર્ચે તળાવનું રિનોવેશન પૂર્ણ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું કાલે પ્રભારી મંત્રીના હસ્તે કરશે ઉદ્ઘાટન મોરબીમાં દારૂની 2 રેડમાં 188 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરાઇ ધરપકડ મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી મોરબીની રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોકના જથ્થા સાથે 2 શખ્સ પકડયા, 21.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી કલેક્ટરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની લીધી મુલાકાત મોરબી આરટીઓ કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની 2 રેડમાં 188 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરાઇ ધરપકડ


SHARE







મોરબીમાં દારૂની 2 રેડમાં 188 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરાઇ ધરપકડ

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં મફતિયાપરા વિસ્તારમાં બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 151 બોટલો મળી આવી હતી જ્યારે મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં શાંતિવન સોસાયટી પાસે રહેતા શખ્સને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસે રહેલ થેલીમાંથી દારૂની 37 બોટલ મળી આવી હતી જેથી પોલીસે બંને સ્થળેથી દારૂ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂના જુદા જુદા બે ગુના નોંધાયા હતા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેરની ધાર પાસે મફતિયાપરા વિસ્તારમાં રહેતા આબિદભાઈ ભટ્ટીના રહેણાંક મકાન પાસે બાવળની કાંટમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 91 બોટલ તથા મોટી 65 બોટલ આમ કુલ મળીને 151 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 33,995 નો બોટલ દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી આબિદભાઈ હસનભાઈ ભટ્ટી (20) રહે. કુબેરની ધાર મફતિયાપરા શોભેશ્વર રોડ મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ ચિંતન વિદ્યાલય સામે શાંતિવન સોસાયટીમાં રહેતો રાજુભાઈ સુંદરલાલ મૌર્ય (46) નામનો શખ્સ રાત્રિના દસેક વાગ્યામાં ઘર પાસે રોડ ઉપર હતો ત્યારે ત્યાં તેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી 37 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 9250 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News