મોરબી કલેક્ટરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની લીધી મુલાકાત
મોરબીની રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોકના જથ્થા સાથે 2 શખ્સ પકડયા, 21.21 લાખનો મુદામાલ કબ્જે
SHARE
મોરબીની રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોકના જથ્થા સાથે 2 શખ્સ પકડયા, 21.21 લાખનો મુદામાલ કબ્જે
મોરબીના રફાળેશ્વર GIDC વિસ્તારમાં આવેલા બંધ સીરામીકના કારખાનામાંથી ચાલતા કોલસાના ડેલામાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચોરી કે છળકપટપૂર્વક મેળવેલા ઇમ્પોર્ટેડ પેકટોક (કોલસો) સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે 34660 કિલો પેટકોક તેમજ વાહન સહિત કુલ મળીને 21.21 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. અને આ ગુનામાં બે શખ્સોને ઝડપી લઈને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રફાળેશ્વર GIDC વિસ્તારમાં જિયો ગ્રેસ પ્લાન્ટ પાસે આવેલા મિલો ટાઇલ્સ કાઉન નામના સીરામીકના જૂના બંધ કારખાનામાં કોલસાનો ડેલો આવેલો છે ત્યાંથી ટાટા ટ્રક નં. આરજે 19 જીએફ 0871 માં પેટકોક માલ ભરી ખાલી કરવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ ધરી હતી. ત્યારે પોલીસે સ્થળ પરથી પેટકોક સહિતનો માલ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. કબજે કરાયેલા માલ અંગે આધાર-પુરાવા માંગવામાં આવતાં સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે બંને શખ્સોની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. હાલમાં પોલીસે સ્થળ ઉપરથી 34660 કિલો ગ્રામ પેકટોક જેની કિંમત 6.21 લાખ અને 15 લાખનો ટ્રક આમ કુલ મળીને 21.21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. હાલમાં કારખાનામાંથી મળી આવેલ પેટકોકનો જથ્થો ચોરી અથવા છળકપટપૂર્વક મેળવેલ મિલકત હોવાનું જણાતા BNSની કલમ 106(1) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને સ્થળ ઉપરથી આરોપી મહેશ બાબુલાલ મેઘવાલ (34) રહે. ગોસાઈસર જિલ્લો જોધપુર રાજસ્થાન અને સોનુકુમાર ઉમેશચંદ વર્મા (28) રહે. ખેરપુરા જિલ્લો ગયા બિહાર વાળાની અટકાયત કરવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતી