હળવદના કડીયાણા ગામે ૧૦૭.૩૯ લાખના ખર્ચે તળાવનું રિનોવેશન પૂર્ણ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું કાલે પ્રભારી મંત્રીના હસ્તે કરશે ઉદ્ઘાટન મોરબીમાં દારૂની 2 રેડમાં 188 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરાઇ ધરપકડ મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી મોરબીની રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોકના જથ્થા સાથે 2 શખ્સ પકડયા, 21.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી કલેક્ટરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની લીધી મુલાકાત મોરબી આરટીઓ કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન યોજાશે ભુજથી દિલ્હી માટે એર ઇન્ડિયાની નવી ફ્લાઇટ શરૂ, વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડા
Breaking news
Morbi Today

મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી


SHARE







મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરીક અને ગુજરાત એસ.ટી.મુસાફર હિત રક્ષક સમિતીના પ્રતિનિધી પી.પી.જોષીએ રાજકોટ એસ.ટી. ડીવીઝન વિભાગીય નિયામકને લેખીતમાં રજુઆત કરીને જણાવ્યુ હતુ કે છેલ્લા એકાદ વર્ષથી મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે ગયેલ છે.જવાબદાર અધિકારી હેડ કવાર્ટરમાં હાજર હોતા નથી, રૂટો સમયસર ઉપડતા નથી, જેથી વિદ્યાર્થી, મુસાફર જનતાને ઘણી જ મુશ્કેલી પડે છે.

વધુમાં જણાવ્યું હતુ કે તાજેતરમાં તા.૧૭-૧૦-૨૬ નાં રાજસ્થાન-ઉદેપુર બસ કેન્સલ કરેલ અને અસંખ્યા મુસાફરો રજળી પડ્યા હતા.ડેપો ઉપર કોઈ જવાબદાર અધિકારી હાજર હોતા નથી.જેથી મુસાફરને ફરીયાદ કયાં કરવી ? અસંખ્ય બસોમાં રીઝર્વેશનના ટાઈમ ખોટા હોય છે, જેથી મુસાફર જનતા હેરાન પરેશાન થાય છે.આ અધિકારી ડેપો મેનેજર પી.જી.કુપાવતને મુસાફર પ્રત્યે જરા પણ અભિગમ નથી.આ બાબતે અગાઉ પણ ઘણી જ સુચના તથા ચાર્જશીટ આપેલ છતાં તેમાં કોઈ સુધારો આવેલ નથી.તેવુ સુત્રોમાં જાણવા મળેલ છે.સરકાર કરોડો રૂપિયા એસ.ટી.વિભાગમાં મુસાફરોની સુખ સુવિધા પાછળ ખર્ચ કરે છે.પરંતુ આવા અધિકારીની અણ આવડત કે બેદરકારીને કારણે મુસાફર હેરાન થાય છે.આ બાબતે ઉચ્ચ કક્ષાએથી અંગત રસ લઈને વડી કચેરીને રીપોર્ટ કરવો જરૂરી છે અને મોરબી કેન્દ્ર ખાતે સારા અને કડક અધિકારી મુકવામાં આવે, હાલમાં સવારે સાત વાગ્યે મોરબીથી જેતપરના ફેરાની ખાસ જરૂર છે, હાલમાં મોરબીથી ૭ઃ૩૦ વાગ્યે મોરબી ટીકર ઉપડે છે.પરંતુ તેમાં પુરતા મુસાફરનો સમાવેશ થતો નથી અને ન છુટકે મુસાફરને પ્રાઈવેટ વાહનનો આશરો લેવો પડે છે. હાલમાં મોરબી ડેપોનું તંત્ર અંધેરી નગરી અને ગંડુ રાજા જેવુ છે.આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ પી.પી.જોષીએ કરેલ છે.




Latest News