મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત


SHARE







વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત

વાંકાનેરના ભલગામ પાસે બે વ્યક્તિઓ ચાલીને રોડ ઉપરથી જતાં હતા ત્યારે બાઈક ચાલકે બે પૈકીના એક યુવાનને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથા, પગ અને હાથમાં ઇજા થહોવાથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત  સર્જીને બાઈક ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોય હાલમાં આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ ઓડીસાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આદિત્ય કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા બુડુભાઈ બસુભાઈ ગોડ (40)બાઈક નંબર જીજે 36 બીએફ 5839 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ભલગામ પાસે હાઇવે રોડ ઉપરથી તેઓ તથા સાહેબંને પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે ફરિયાદીને પાછળથી હડફેટે લેતા ફરીયાદીને માથાના ભાગે તથા ડાબા પગમાં અને જમણા હાથમાં ફેક્ર જેવી ઈજા થઈ હતી અને આરોપી સ્થળ ઉપરથી તેનું બાઈક લઇને નાસી ગયો હતો. જે બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

આધેડ સારવારમાં

મોરબીના શનાળા-કંડલા બાયપાસ 'પવનસુત હાઈટ' સરકાર પાર્ટી પ્લોટ પાસે રહેતા મહાદેવભાઇ રેવાભાઇ નામના ૫૩ વર્ષના આધેડ મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે માળીયા હાઇવે ભરતનગર અને લક્ષ્મીનગર ગામ વચ્ચે આવેલ અન્નપૂર્ણા હોટેલ પાસે કાર અચાનક આડી ઉતરતા મોટર સાયકલનો અકસ્માત થયો હતો જેમાં ઈજા થતા મહાદેવભાઇને અત્રેની આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે શોભેશ્વક રોડ કુબેર ટોકીઝ પાછળ રહેતા જેસાભાઈ રૂડાભાઈ ભીમાણી નામના ૩૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમા ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રહેવાસી શશીકાંત અમરશીભાઈ સિણોજિ઼ીયા નામના ૨૧ વર્ષના યુવાનને પણ અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે સિવિલે લઇ જવાયો હતો. #morbi






Latest News