મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ


SHARE





મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડમાં બકાલા માર્કેટની છત ઉપર જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો ત્યાં જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે જ્યારે માળીયા અને ટંકારામાં વરલી જુગારની એક-એક રેડ કરવામાં આવી હતી

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડમાં બકાલા માર્કેટની છત ઉપર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા હરિશ્ચંદ્ર મીનારામ શર્મા (22), દીવાકર રામબહાદુર મોરે (22), સન્ની લાલકાપ્રસાદ સાહુ (19) અને મનીષ ચતુરભાઈ દંતેશરિયા (24) રહે. બધા મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે 6800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વરલી જુગાર

માળીયા મીયાણામાં મોટી બજાર પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અબ્દુલભાઈ હબીબભાઈ જેડા (40) રહે. જેડાવાસ માળિયા મીયાણા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 420 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

ટંકારાની ખીજડીયા ચોકડી પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજયભાઈ દેવજીભાઈ વિઠ્ઠલાપરા (51) રહે. રાધે ક્રિષ્ના વાળી શેરીમાં ટંકારા વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 1530 રૂપિયાની રોકડ તથા 500 રૂપિયાનો મોબાઈલ આમ ફુલ મળીને 2030 ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને આ શખ્સ દ્વારા અનિલભાઈ સોલંકી રહે. મોરબી વાળા પાસે કપાત કરાવવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.  #morbi




Latest News