વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે દીકરાને હેરાન કરતાં છોકરાઓના પિતાને વાત કરવા ગયેલા યુવાન અને તેના પરિવારજનોને મારમાર્યો


SHARE





























વાંકાનેરના જોધપર ગામે દીકરાને હેરાન કરતાં છોકરાઓના પિતાને વાત કરવા ગયેલા યુવાન અને તેના પરિવારજનોને મારમાર્યો

વાંકાનેરના જોધપર ગામે રહેતા યુવાનના દીકરાને તેના જ ગામમાં રહેતા બે શખ્સનાં દીકરાઓ હેરાન પરેશાન કરતા હતા જેથી કરીને તે બાબતે યુવાનને વાત કરવા માટે બોલાવેલ હતો  અને ત્યાં તેને ગાળો આપવામાં આવી હતી ત્યાર બાદ યુવાન તેના ઘરે જતો રહ્યો હતો ત્યાં પાછળથી બે શખ્સ લાકડાના ધોકા લઈને આવ્યા હતા અને યુવાને તથા તેના માતા-પિતાને પત્નીને માર મારવામાં આવ્યો હતો તેમજ યુવાન અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા રિઝવાનભાઈ માહમદભાઈ શેરસીયા (40)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અબ્દુલભાઈ હુસેનભાઇ શેરસીયા અને મકબુલભાઈ હુસેનભાઇ શેરસીયા રહે. બંને જોધપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરાને બંને આરોપીઓના દિકરા અવારનવાર હેરાન પરેશાન કરતા હતા અને ફરિયાદીએ આ બાબતે તેઓની પાડોશમાં રહેતા ઇદ્વિશભાઇને વાત કરેલી હતી અને તેઓ રાત્રિના પોતાની વાડીએ જતા હતા ત્યારે તેઓના ઘરની બાજુમાં રસ્તા ઉપર સાહેદ ઇદ્વિશભાઇ તથા આરોપી મકબુલભાઈ ઉભેલા હતા અને ઇદ્વિશભાઇએ વાત કરવા માટે થઈને ફરિયાદીને બોલાવતા તેઓ ત્યાં ગયા હતા અને આરોપીઓના દિકરા ફરિયાદીના દીકરાને હેરાન પરેશાન કરતા હોવાનું તેમણે કહ્યું હતું જે તેમને સારું નહીં લાગતા મકબુલભાઈએ ફરિયાદીને ગાળો આપી હતી.

ત્યાર બાદ ફરિયાદી ઘરે જતા રહ્યા હતા અને પાછળથી બંને આરોપીઓ ફરિયાદીના ઘરે લાકડીઓ લઈને આવ્યા હતા અને ફરિયાદીના પિતાને ધક્કો મારીને પાડી દઈને ઇજા કરી હતી તેમજ મકબુલભાઈએ ફરિયાદીને ડાબા હાથમાં લાકડાના ધોકા મારીને કોણી તથા હાથની આંગળીઓમાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી અને ફરિયાદીના માતા કમીબેનને ડાબા હાથમાં લાકડી મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરેલ છે તેમજ ફરિયાદીના પત્નીને ધક્કો મારીને પાડી દઈને ઇજા કરી હતી અને આરોપી અબ્દુલભાઈએ ફરિયાદી તથા તેના દીકરાને મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન અને તેના પરિવારજનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News