મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપીને પોલીસને જાણ ન કરનારા બે મકાન માલિક સામે કાર્યવાહી


SHARE





મોરબીમાં પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપીને પોલીસને જાણ ન કરનારા બે મકાન માલિક સામે કાર્યવાહી

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં પરપ્રાંતીય લોકોને મકાન ભાડે આપવામાં આવ્યા હતા જેથી હાલમાં બે મકાન માલિક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગના જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લામાં પરપ્રાંતિય લોકો રોજગારી માટે થઈને આવતા હોય છે જે પૈકીના કેટલાક ગુનાહિત માનસિક ધરાવતા હોવાના કારણે સમયાંતરે ગુનાઓને અંજામ આપીને અહીંથી નાસી જતા હોય છે જેથી મોરબીમાં પરપ્રાંતિય લોકોને મકાન, દુકાન વગેરે ભાડે આપવામાં આવે તો તે અંગેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવાની હોય છે જોકે ઘણા લોકો મકાન દુકાન ભાડે આપ્યા બાદ તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરતા નથી જેથી કરીને આવા બેદરકાર આસામીઓ સામે જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવતા હોય છે તેવામાં એસજીની ટીમ દ્વારા મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરી વિસ્તારમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે શંકરભાઈ પરષોત્તમભાઈ કગથરા (42)સેજાદ રણમલભાઈ મુસાણી (22) રહે. મકરાણી વાસ વાળાએ પણ કબીર ટેકરી વિસ્તારમાં આવેલા તેઓના મકાનને ભાડે આપેલ હતા અને તેની માહિતી પોલીસને આપી ન હતી તેમજ મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી અપલોડ કરવામાં આવી ન હતી જેથી બંને આસામીઓની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News