લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને એક શખ્સે માથામાં પથ્થરનો ઘા ઝીકયો: સીસીટીવી વિડીયો થયો વાયરલ


SHARE









મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને એક શખ્સે માથામાં પથ્થરનો ઘા ઝીકયો: સીસીટીવી વિડીયો થયો વાયરલ

મોરબીના યોગીનગર વિસ્તારમાં યુવાન પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે તે યુવાનને એક શખ્સ દ્વારા માથાના ભાગે પથ્થરનો ઘા મારવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે આવેલ યોગીનગર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રતિભાઈ અગેચાણીયા (25) નામનો યુવાન પોતાના ઘર પાસે ખુરશી રાખીને બેઠો હતો ત્યારે ત્યાં લારી પાસે ઉભેલા શખ્સો પૈકીના એક શખ્સ દ્વારા પોતાના હાથમાં જમીન ઉપર પડેલ પથ્થર ઉપાડીને ભાવેશભાઇને માથાના ભાગે પથ્થર માર્યો હતો જેથી ભાવેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે યુવાનને ક્યાં કરણસર પથ્થર મારવામાં આવ્યો તે અંગેની વિગત હજુ સુધી સામે આવી શકી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા મોરબીના સનાળા રોડ ઉપર નજીવી વાતમાં યુવાનને છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને આ બનાવમાં બે સગીરને હસ્તગત કરીને પોલીસે કાર્યવાહી કરેલ છે તેવામાં પોતાના ઘર પાસે ખુરશી ઉપર બેઠેલા યુવાનને પથ્થરનો ઘા મરવામાં આવેલ છે તેનો વિડીયો સામે આવ્યો છે તે જોતાં મોરબીમાં દિવસે અને દિવસે ગંભીર ગુનાઓનું પ્રમાણ મોરબીમાં વધતું હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે.




Latest News