મોરબીમાં લીલાપર રોડનો વિકાસ-બ્યુટીફીકેશન માટે 13.31 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ મોરબીમાં કેમ મનપા વેપારીઓ પાસેથી મંડપનો ચાર્જ રાજકોટ કરતાં પણ વધુ ઉઘરાવે છે: શહેર કોંગ્રેસ પ્રમુખનો સવાલ મોરબીમાં ઉધારમાં ટાઇલ્સનો માલ લઈને આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ તલાટી મંત્રી અને રેવન્યુ રેકર્ડ ઉપર જન્મી ગયેલ દીકરીના દીકરાના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મનપાની ફાયર શાખા દ્વારા લોકોને ફાયર પ્રિવેન્શન તાલીમ અપાઈ મોરબી જીલ્લામાં દરરોજનો 25,000 લિટર જેટલો દેશી દારૂ વેચાઈ પણ સ્થાનિક પોલીસને મળે માત્ર બે કે પાંચ લીટરના કેસ!: જિલ્લા કોંગ્રેસ મોરબીમાં વ્યાજખોરી, રોમિયોગીરી, લૂખ્ખગીરીના ભોગ બનેલા 10 જેટલા પરિવારોએ પાટીદાર યુવા સેવા સંઘની આગેવાનીમાં કરી DYSP ને રજૂઆત મોરબીના ઘૂટું રોડે અંદાજે 25 થી વધુ દુકાનો-ઓરડીઓને જેસીબીથી મનપાની ટીમે તોડી પડી
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ તલાટી મંત્રી અને રેવન્યુ રેકર્ડ ઉપર જન્મી ગયેલ દીકરીના દીકરાના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ તલાટી મંત્રી અને રેવન્યુ રેકર્ડ ઉપર જન્મી ગયેલ દીકરીના દીકરાના એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના વજેપર ગામે આવેલ કરોડો રૂપિયાની જમીનનું ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે જેથી કરીને મૂળ માલિક દ્વારા ન્યાય મેળવવા માટે ઠેરઠેર રજૂઆતો કરવામાં આવી હતી ત્યાર બાદ આ કૌભાંડમાં ફરિયાદ લેવામાં આવી હતી અને એક પછી એક કુલ મળીને અગાઉ 6 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં સીઆઇડીની ટીમે મોરબીના 602 જમીન કૌભાંડમાં તલાટી મંત્રી અને રેવન્યુ રેકર્ડ ઉપર ખોટી બનેલ દીકરીના દીકરાની ધરપકડ કરવામાં આવી હતી અને બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીના વજેપર ગામના સર્વે નંબર 602 ની કરોડ રૂપિયાની જમીન જેના મૂળ માલિક બેચરભાઈ ડુંગરભાઇ નકુમ છે અને તેમનું 1999 માં અવસાન થયેલ છે જોકે આજની તારીખે આ જમીનનો કબજો તેમના દિકરા ભીમજીભાઇ બેચરભાઇ નકુમ સહિતના પરિવારજનો પાસે છે તે કરોડો રૂપિયાની જમીનને પચાવી પાડવા માટેનો કારસો રચવામાં આવ્યો હતો અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને કૌભાંડ કર્યું હતું જો કે, મૂળ માલિકના દીકરાએ કરેલી રજૂઆતો બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા અને એક સરપંચ સામે નામ જોગ ફરિયાદ લેવામાં આવી હતી આ ગુનાની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઇમ પાસે છે અને અગાઉ આ ગુનામાં બે મહિલા સહિત કુલ 6 આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને હાલમાં તપાસનીસ અધિકારી ડીવાયએસપી વનરાજસિંહ વાળા અને તેની ટીમે વધુ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેમાં સામતભાઈ મનજીભાઇ પરમાર (58) રહે. સી-15 લાભનગર ધરમપુર રોડ મોરબી અને તલાટી મંત્રી જયદીપસિંહ કિશોરભાઇ જાડેજા (36) રહે. એચ-14 સરિતા વિહાર સોસાયટી એજી ચોક પાસે કાલાવડ રોડ રાજકોટ વાળાનો સમાવેશ થાય છે.

વધુમાં મળતી માહિતી મુજબ આ જમીન કૌભાંડ કરવા માટે રેવન્યુ રેકર્ડ ઉપર બોગસ ડૉક્યુમેન્ટ આધારે દીકરી તરીકે જે શાંતાબેન પરમારનું નામ ચડાવવામાં આવ્યું હતું તે અભણ છે અને જે કોઈ જગ્યાએ સહી કરવા માટે તેઓને લઈ જવામાં આવ્યા હતા ત્યારે દરેક વખતે દીકરા સમાતભાઈ પરમારની હાજરી હતી જેથી સામતભાઈ આ ગુનામાં પહેલાથી સામેલ હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું છે માટે તેની ધરપકડ કરાયેલ છે અને આ કૌભાંડને અંજામ આપવા માટે જે બોગસ વારસાઈ આંબો બનાવવામાં આવેલ હતો તે તલાટી મંત્રી જયદીપસિંહ કિશોરભાઇ જાડેજાએ કાઢી આપેલ હતો જેથી તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આ બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.






Latest News