મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ચાલીને રોડ ક્રોસ કરતા વૃદ્ધને બોલેરોના ચાલકે હડફેટે લેતા અકસ્માત


SHARE







વાંકાનેર નજીક ચાલીને રોડ ક્રોસ કરતા વૃદ્ધને બોલેરોના ચાલકે હડફેટે લેતા અકસ્માત

વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની ઓફિસ સામેથી વૃદ્ધ પગપાળા ચાલીને રોડ ક્રોસ કરતા હતા દરમિયાન બોલેરો ગાડીના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના વીસીપરામાં દૂધની ડેરીની સામેના ભાગમાં રહેતા સુરેશભાઈ રામજીભાઈ ધરજીયા (52)એ બોલેરો ગાડી નંબર જીજે 36 વી 4672 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ જસદણ સીરામીકની ઓફિસ સામેથી તેઓના પિતા ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેઓને ડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પિતાને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને બોલેરો ગાડીનો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલ વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીના મક્નસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા કાંતિભાઈ મેરૂભાઈ ઝાલા (35) નામના યુવાને કોઈ કારણસર પોતે પોતાની જાતે શરીર ઉપર બ્લેડ મારી લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.






Latest News