મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE









મોરબીમાં રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર શિવ હોલની સામેના ભાગમાંથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ચાલકે તેઓના બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક આધેડના પાડોશીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા સંજયભાઈ હિતેશભાઈ સીતાપરા (20)એ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 4683 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવ હોલ સામે ધવલ પાનની નજીકથી તેઓના પાડોશી મહેશભાઈ પ્રભુભાઈ સરડવા (57) રહે. બગથળા વાળા બાઈક નંબર જીજે 3 સીએચ 6657 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહેશભાઈને માથા અને મોઢામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News