મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરની પાડધરા ચોકડીથી માટેલ જવાના રસ્તે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલા આધેડનો પગ કાપવો પડ્યો, ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરની પાડધરા ચોકડીથી માટેલ જવાના રસ્તે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલા આધેડનો પગ કાપવો પડ્યો, ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકામાં પાડધરા ચોકડી થી માટેલ તરફ જવાના રસ્તા ઉપર આધેડ ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા આધેડ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા અને ત્યારબાદ તેના ડાબા પગ ઉપરથી ટ્રકનું ટાયર ફરી જતા તેઓને પગમાં ગંભીર ઇજા થઈ હતી અને પગમાં ઇન્ફેક્શન થઈ જવાના કારણે સાથળથી નીચેના ભાગને કાપવો પડ્યો હતો તથા સાહેદને પણ ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે ઈજા પામેલ આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ પોરબંદર જિલ્લાના રહેવાસી અને હાલમાં મુંબઈ ખાતે રહેતા આનંદભાઈ પ્રવીણભાઈ કારિયા (38) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીજે 32 ટી 6555 નંબરના ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે પડધરા ચોકડીથી માટેલ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ ગણેશ વે બ્રિજ પાસેથી ફરિયાદીના પિતા પ્રવીણભાઈ ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન વે બ્રિજ પાસે રસ્તા ઉપર ટ્રક ચાલકે તેઓના પિતાને હડફેટે લેતા પ્રવીણભાઈ જીવનભાઈ કારિયા રસ્તા ઉપર નીચે પડી જતા તેઓના ડાબા પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓને પગમાં ઇન્ફેક્શન થઈ જવાના કારણે સાથળથી નીચેના ભાગનો પગ કાપવો પડ્યો હતો અને સાહેદને પણ અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ડમ્પર ની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા સર્જાયો અકસ્માત

અંજાર તાલુકાના કોટડા ગામે ઇન્દિરાનગરમાં રહેતા ઈકબાલભાઈ સુલતાનભાઈ બાવા (31) એ ટ્રેલર કન્ટેનર નંબર જીજે 15 એવી 2356 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, માળિયા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ હરીપર કેરાળા ગામના બોર્ડ પાસે સાગર પાઇપના કારખાના પાસેથી ફરિયાદી પોતાનું ડમ્પર નંબર જીજે 12 બીવી 3718 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આરોપી તેનું ટ્રેલર કન્ટેનર લઈને આવતો હતો અને ફરિયાદીના ડમ્પરના પાછળના ભાગે વાહન અથડાવ્યું હતું જે બનાવમાં આરોપીને બંને પગમાં ગંભીર ઇજા થઈ હતી અને ટ્રક ટ્રેલર અને ડમ્પરમાં નુકસાન કર્યું હતું. જે બનાવ સંદર્ભે ડમ્પર ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News