મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

તેરા તુજ કો અર્પણ: ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ સહિત 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને સુપ્રત કર્યો


SHARE













તેરા તુજ કો અર્પણ: ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ સહિત 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને સુપ્રત કર્યો

ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે બંધ રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના અને સોના ચાંદીની અન્ય વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી અને ચોરીમાં ગયેલા મુદામાલ સાથે પોલીસે આરોપીને દબોચી લીધા બાદ કોર્ટમાંથી મંજૂરી મેળવીને એસપીની હાજરીમાં 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને પરત સોંપવામાં આવેલ છે.
 
ટંકારાનાં કલ્યાણપર ગામે રહેતા જયંતીલાલ ઉજરીયાનું મકાન ગત તા. 14/2 ના રોજ સવારે 9:30 થી બપોરે 1:30 સુધી 4 કલાક બંધ હતું ત્યારે તસ્કરે તેઓના બંધ મકનાને નિશાન બનવ્યું હતું અને ઘરમાંથી સોનાના બે મંગળસૂત્ર, સોનાના એક જોડી પાટલા, સોનાની એક જોડી બુટ્ટી, સોનાનો ઓમ, ચાંદીના એક જોડી પાટલા તથા સોના ચાંદીની જુદાજુદા વજનની ગીનીઓ અને રોકડા રૂપિયા 2.12 લાખની ચોરી કરી હતી જેથી જયંતીલાલ ઉજરીયાએ ટંકારમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી સોહિલ  સતારભાઈ દલની ધરપકડ કરેલ હતી અને તેની પાસેથી દાગીના, રોકડ અને સોના ચાંદીની અન્ય વસ્તુઓ મળીને 26.04 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો ત્યાર બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે જો કે, ચોરીના આ બનાવમાં ફરિયાદીના ઘરમાંથી ગયેલ સોનાના બિસ્કીટ, ચાંદીની લગડી, સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમને પોલીસ દ્વારા આરોપી પાસેથી કબજે કરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટમાંથી મંજૂરી મેળવીને આજે મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે ફરિયાદીને બોલાવીને ત્યાં એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી સમીર સારડા, એલસીબી પીઆઇ એમ.પી. પંડ્યા અને ટંકારાના પીઆઈ કે.એમ. છાસીયાની હાજરીમાં ભોગ બનેલા પરિવારને 26.04 લાખનો મુદ્દામાલ સરકારના તેરા તુજ કો અર્પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ ઘરમાંથી ચોરીને સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ગામની નજીક આવેલ કબ્રસ્તાનમાં દાટી હતી જેથી પોલીસે આરોપીને સાથે રાખીને સ્થળ ઉપરથી મુદામાલ કબ્જે કર્યો હતો આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશન  વિસ્તારમાંથી અલગ અલગ વ્યક્તિઓના સાત જેટલા ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન પણ ટંકારા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે અને 1,38,287 ની કિંમતના મોબાઈલ ફોન પણ મૂળ માલિકને એસપી ઓફિસ ખાતે બોલાવીને પરત આપવામાં આવ્યા હતા






Latest News