મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી 800 મીટર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરી


SHARE











વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી 800 મીટર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરી

વાંકાનેરના ભેરડા ગામની સીમમાં આવેલ બેલા પથ્થરની ખાણના લેબર ક્વાર્ટરની અંદર કેબલ પટ્ટી વાયર રાખવામાં આવ્યો હતો જેમાંથી 800 મીટર વાયર તથા સ્ટાર્ટર નંગ 8 ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 1,94,400 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરની પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજા (42)હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના ભેરડા ગામની સીમમાં ગુરુકૃપા મિનરલ્સ નામે બેલા પથ્થરનો પ્લાન્ટ આવેલ છે અને ત્યાં લેબર ક્વાર્ટરની અંદર 6 એમએમ પટ્ટી કેબલ વાયર રાખવામાં આવ્યો હતો દરમિયાન ગત તા. 6/3 ના સાંજના 5 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 8:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા લેબર કવાર્ટરના તાળા તોડીને ત્યાં અંદર પ્રવેશ કરીને 800 મીટર જેટલો કેબલ વાયર જેની કિંમત 1,86,400 તથા પાવર પ્લાન્ટના સ્ટાર્ટર 8 નંગ જેની કિંમત 8000 રૂપિયા આમ કુલ મળીને 1,94,400 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News