મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

મોરબીમાં કારમાંથી 17 બીયરના ટીન સાથે એક પકડાયો: બિનવારસી રિક્ષામાંથી 20 બોટલ દારૂ કબ્જે, આરોપીની શોધખોળ


SHARE









મોરબીમાં કારમાંથી 17 બીયરના ટીન સાથે એક પકડાયો: બિનવારસી રિક્ષામાંથી 20 બોટલ દારૂ કબ્જે, આરોપીની શોધખોળ

મોરબીના સનાળા ગામે મંદિરની પાછળથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી બિયરના 17 ટીન મળી આવ્યા હતા જેથી બીયર અને કાર સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે જયારે લાતી પ્લોટ શેરી નં-3 માં બિનવરસી હાલતમાં પડેલ રિક્ષામાંથી દારૂની નાની 20 બોટલ મળી આવી હતી જેથી રિક્ષાના ચાલક સામે ગુનો નોંધાયો છે.

મોરબી નજીકના સનાળા ગામે શક્તિ માતાજીના મંદિરની પાછળના ભાગેથી સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એસી 1577 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી બિયરના 17 ટીન મળી આવ્યા હતા જેથી 2040 ની કિંમતતો બિયરનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ ફુલ મળીને 3,02,040 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી વિશ્વરાજસિંહ અનુભા જાડેજા (21) રહે. સનાળા પ્લોટ વિસ્તાર મોરબી વાળાને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

દારૂની નાની 20 બોટલ ઝડપાઇ

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-3 માં આવેલ માસુમ હોસ્પિટલ પાસેથી રીક્ષા નંબર જીજે 1 ટીએચ 3482 પડી હતી તે રીક્ષાને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા રિક્ષામાંથી દારૂની નાની 20 બોટલ મળી આવી હતી જેથી 2400 રૂપિયાની કિંમતનો દારૂ તથા રીક્ષાને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે જોકે રીક્ષા બિનવારસી હાલતમાં પડી હોય હાલમાં રીક્ષાના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News