ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ચરિત્રની શંકા કરીને પરિણીતાને માર માર્યો: પતિ સહિત 3 સામે ફરિયાદ


SHARE







મોરબીમાં ચરિત્રની શંકા કરીને પરિણીતાને માર માર્યો: પતિ સહિત 3 સામે ફરિયાદ

મોરબીમાં દલવાડી સર્કલ પાસે વાડી વિસ્તારમાં રહેતી પરણીતાના ચરિત્ર ઉપર શંકા વહેમ કરીને તેના પતિ, દિયર અને સસરા દ્વારા ગાળો આપવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો જેથી મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પતિ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવે છે જ્યારે સામાથી સસરાએ તેની પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મનિષાબેન દિલીપભાઈ ડાભી (30એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સસરા દેવકરણભાઈ નારણભાઈ, પતિ દિલીપભાઈ દેવકણભાઈ અને દિયર જગદીશભાઈ દેવકણભાઈ રહે બધા રોલા રાતડીયાની વાડી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરિયાદીના ચરિત્ર ઉપર શંકા વહેમ કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લોખંડના હથોડાના ઘા કરી પગના ભાગે ઈજા કરી હતી તથા માથાના વાળ ખેચીને ઇજાઓ કરી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.જ્યારે સામાપક્ષેથી દેવકણભાઈ નારણભાઈ ડાભી (60મનીષાબેન દિલીપભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મનીષાબેન તેના દીકરાની વહુ છે અને બંને વચ્ચે છેલ્લા થોડા સમયથી અવારનવાર ઝઘડા થતા હોય ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો તેનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રસોઈ બનાવવાની તપેલી વડે હાથમાં માર મારીને ઇજા કરી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News