મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા


SHARE













મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા

મોરબી જિલ્લાના ખેડૂતોને આર્થિક સદ્ધરતા અને કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગોર ખીજડીયા ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ અને ‘મિલેટ્સ મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના ૭૭,૯૫૧ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૨ માં હપ્તા પેટે ૧૫.૫૬ કરોડથી વધુની રકમ સીધી જ જમા કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં જણાવામાં આવ્યું હતું કે, સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી તેમની આર્થિક ઉન્નતિ માટે કટિબદ્ધ છે. ખેડૂતોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી અપનાવવા અને જમીન તથા સ્વાસ્થ્યની સુરક્ષા કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો. સરકારની વિવિધ સબસિડી અને યોજનાઓનો મહત્તમ લાભ લઈ ખેડૂતોએ પોતાની ખેતીને આધુનિક બનાવવા તરફ આગળ વધવા જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત કૃષિ રાહત પેકેજમાં મોરબી ખેતીવાડી ટીમની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને ઉપસ્થિત ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ તકે ખેડૂતો માટે ખેતીવાડી, બાગાયત, પ્રાકૃતિક કૃષિ અને આરોગ્ય સહિત વિવિધ વિભાગ દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જેની મહાનુભાવોએ પણ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.વી. પરસાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક એમ.એફ. ભોરણીયા, અને સંબંધિત વિભાગના અધિકારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News