મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત


SHARE







વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત

67-વાંકાનેર કુવાડવા મતવિસ્તારનાં કુવાડવા GIDC, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેથી કુવાડવા-સરધાર બાયપાસ રોડને જોડતા નવો રોડ માટે રૂડા દ્વારા રૂપિયા 11 કરોડના ખર્ચે રોડ મંજૂર કરવામાં આવેલ છે, તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, યતી બ્રહ્મદેવજી ગીરનારી બાપુરાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ સદસ્ય રાજાભાઈ ચાવડા, રાજકોટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, કુવાડવા સરપંચ સંજયભાઈ પીપડિયા,રાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ સદસ્ય જાદવભાઈ કાકડિયા, પીન્ટુભાઈ કાકડિયા સહિત બહોળી સંખ્યામાં સહુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ આ રોડ બનાવવા માટે જે તે ખેડૂતોની જમીન સંપાદન થયેલ છે. તેઓનું સન્માન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવેલ હતું.






Latest News