લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન


SHARE





મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન

મોરબીમાં મેડિકલ સારવાર માટે, ધંધા માટે કે પછી કોઈ કારણોસર લોકોને જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા હોય છે અને ત્યારબાદ તે લોકો પાસેથી લાખો રૂપિયા અને અન્ય વસ્તુઓ પડાવી લેવામાં આવે તેમ છતાં પણ તેઓને ધાક ધમકી આપવામાં આવતી હોય છે જેથી આવા લોકોની રજૂઆતો સાંભળવા માટે અને જે લોકોને ખરેખર રૂપિયાની જરૂર હોય તેઓને બેંક મારફતે લોન મળે તે માટે થઈને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મંગળવારે પોલીસ દ્વારા જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને લોકો વ્યાજખોરના ચક્રમાં ફસાવવાના બદલે લોકો બેંકોમાંથી લોન કેવી રીતે મેળવી શકાય તેની માહિતી આપવામાં આવશે.

મોરબી જીલ્લામાં ઠેરઠેર વ્યાજના હાટડા શેરીએ ગલ્લીએ ધમધમી રહ્યા છે અને લોકોને રૂપિયાની જરૂર પડે ત્યારે તેની પાસેથી વ્યાજખોરો મને પડે તેવા વ્યાજ વસૂલ કરતાં હોય છે તે હક્કિત છે અને મોરબી જીલ્લામાં અનેક પરિવારો વ્યાજખોરના ત્રાસના લીધે હેરાન છે. તેવામાં આજે મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી મંગળવારની તા. 24 ના રોજ મોરબીના એસ.પી. મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી મોરબી જિલ્લાના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા આપવામાં આવી હતી જે હોય એ જણાવ્યું હતું કે આ જનસંપર્ક સભાની અંદર મોરબી જિલ્લાની અંદર કોઈપણ વ્યક્તિ ગેરકાયદે નાણાં ધીરધાર કરતાં લોકો કે વ્યાજ વટાવનો ભોગ બનેલા હોય તો તેઓની રજૂઆત સાંભળવામાં આવશે આટલું જ નહીં પરંતુ જે લોકોને ખરેખર નાણાની જરૂર હોય તેમને આ સભામાં હાજર રહેલા જુદીજુદી બેંકના કર્મચારીઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી દ્વારા લોન કે ધિરાણ સરળતાથી કેવી રીતે મેળવી શકાય છે તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.




Latest News