મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ


SHARE







મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ

સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે હાલના સમયમાં ખોટી માહિતી ફેલાઈ રહી છે, જેનું મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે ખંડન કર્યું છે અને મોરબીના કલેક્ટર દ્વારા પાયાવિહોણી અફવાઓ ઉપર વિશ્વાસ ન કરવો અને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની સપ્લાઈ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે તેવામાં મોરબી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં કોઈપણ પ્રકારની અછત કે શોર્ટેજ નથી. તેવી માહિતી મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા આપવામાં આવેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, તમામ ઓઇલ કંપનીઓને પેટ્રોલ પંપ પર જથ્થો સતત જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. અને લોકોને ખોટી અફવાઓથી દૂર રહીને વહીવટી તંત્રને સાથ-સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલ છે. અને ખાસ કરીને જિલ્લામાં પેટ્રો પેદાશોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે ‘પેનિક બાઇંગ’ ન કરવા માટે પણ અનુરોધ કર્યો છે.






Latest News