મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ


SHARE





મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ

મોરબીમાં સમાજસેવામાં અગ્રેસર મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અભ્યાસ માટે દત્તક લીધેલી નર્સિંગ વિદ્યાર્થિનીના શિક્ષણ માટે અગાઉ પ્રથમ વર્ષનું સંપૂર્ણ ફી સહાયરૂપે ચૂકવી હતી અને હવે બીજા વર્ષના પ્રથમ સેમેસ્ટરની ફી પણ ચૂકવીને તેની શિક્ષણયાત્રાને સતત મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.  

આ વિદ્યાર્થિની આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસમાં અવરોધનો સામનો કરી રહી હતી, પરંતુ મુસ્કાન વેલફેર સોસાયટીના સહકાર અને સહાયથી તે હવે નિરાંતે પોતાના નર્સિંગના અભ્યાસને આગળ વધારી રહી છે। સંસ્થાનું આ પગલું માત્ર આર્થિક મદદ પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારવાનું ઉત્તમ ઉદાહરણ છે. સંસ્થાના સભ્યોએ જણાવ્યુ હતું કે, શિક્ષણ એ સમાજના વિકાસનો આધારસ્તંભ છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય આપવી એ તેમની પ્રાથમિકતા છે। આવનારા સમયમાં પણ સંસ્થા આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રાખશે અને વધુ વિદ્યાર્થીઓને મદદ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. 




Latest News