મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને મકાનની લોન લીધી હતી અને તેનો હપ્તો ભરવામાં મોડું થયું હતું જેથી ફાઇનાન્સ બેન્કના કર્મચારીફોન ઉપર યુવાનને ગાળો આપી હતી અને સનાળા રોડ ઉપર સરદારબાગ પાસે યુવાનને બોલાવવામાં આવ્યો હતો ત્યાં યુવાનને બે શખ્સોએ ગાળો આપીને મારમાર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્યામ પાર્કમાં રહેતા મેહુલકુમાર પરસોતમભાઈ ધોરીયાણી (30)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિંદુજા ફાઇનાન્સ બેંકમાં કામ કરતા શિવુભા દરબાર તથા એક અજાણ્યા માણસની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તેણે હિન્દુજા ફાઈનાન્સ બેંકમાંથી મકાનની લોન લીધી હતી અને મકાનનો હપ્તો આપવામાં મોડું થયું હતું જેથી શિવુભા દરબારે ફરિયાદીને ફોન કરીને ફોનમાં ગાળો આપી હતી અને સરદારબાગ પાસે તેને બોલાવતા ફરિયાદી ત્યાં ગયો હતો ત્યારે શિવુભા દરબાર અને અન્ય એક શખ્સ ત્યાં હાજર હોય તે બંનેએ ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ શિવુભા દરબારે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News