મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE































મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ રામકો વિલેજ સોસાયટી પાસે બાઈક સાથે બાઈક થતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ પોરબંદર જિલ્લાના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ધર્મ મંગલ સોસાયટી ખાતે રહેતા હાર્દિકભાઈ કિશોરભાઈ નેનુજી (25) એ બાઈક નંબર જીજે 3 સીએચ 1840 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 23-3 ના રોજ રાત્રે 9:45 વાગ્યે તેઓના પિતા કિશોરભાઈ નેનુજી પોતાનું બાઈક નંબર જીજે 2 એસ 5914 લઈને ઉંચી માંડલ ગામ પાસે આવેલ ઝારકો સીરામીક ખાતેથી પોતાના ઘરે મહેન્દ્રનગર ગામ તરફ આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં રામકો વિલેજ સોસાયટીના ગેટ પાસે આરોપીએ તેનું બાઇક ફરિયાદીના પિતાના બાઈકની સાથે અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદીના પિતાને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News