મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન


SHARE







મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન

મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં મહિલા તેના ઘરેથી બે બાળકોને લઈને નીકળી ગયેલ હતી અને એક જગ્યાએ કલાકોથી બેઠી હતી જેથી અભયમની ટીમને જાણ કરતાં ત્યાં અભયમની ટિમ પહોચી હતી અને ત્યાર બાદ મહિલાનું કાઉન્સલિંગ કરીને તેનું તેના પતિ સાથે મિલન કરાવ્યુ છે.

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિએ કોલ કર્યો હતો કે, એક અજાણી મહિલા તેમના બે બાળકો સાથે ઘણા સમયથી એકલા બેઠા છે જેથી તેમની મદદ માટે તાત્કાલિક 181 ટીમકાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ પટેલ શીતલબેન તથા પાયલોટ રબારી વિરમભાઈ તાત્કાલિક ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચેલ હતા ત્યા હાજર સજજન વ્યક્તિએ કહ્યું હતું કે, આ મહિલા ઘણા સમયથી  તેમના બે બાળકો સાથે એકલા બેઠા છે ત્યારબાદ મહિલાને સંતાવના આપીને કાઉન્સિલિંગ કયું હતું ત્યારે મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, તેમના પતિ ઘરે હાજર ન હોવાથી અને સાસુ સાથે રકઝક થઈ હતી જેથી તેઓ પોતાના બે બાળકો લઈ ઘરેથી નીકળી ગયા હતા ત્યારબાદ મહિલાના પતિનું કાઉન્સલિંગ કર્યું હતું ત્યારે તેને જણાવ્યુ હતું કે, આજુબાજુના વિસ્તારમાં તેઓને પત્નીને શોધવા માટેનો પ્રયાસ કર્યો હતો જો કે, પત્તો લાગેલ ન હતો જેથી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આપી હતી જો કે, હાલમાં મહિલાનું અભયમની ટીમે તેના પતિ સાથે મિલન કરવી દીધું છે.






Latest News