મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE







મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ

મોરબીના જુદા જુદા બે વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી કુલ મળીને ચાર આરોપીઓને પકડી લીધા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને પોલીદ્વારા રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરવામાં આવી છે

મોરબીમાં સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાહિલભાઈ હુસેનભાઇ પીપરવાડીયા (23) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર, યુનુસભાઇ ગનીભાઈ કાસમાણી (50) રહે બિલાલી મસ્જિદ પાસે વીસીપરા મોરબી અને ઇમ્તિયાઝભાઈ દિલાવરભાઇ શાહમદાર (32) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 4600 રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કે.જી.એન. પાર્ક પાસે જાહેરમાં મોબાઈલ ફોનથી વરલીના આંકડા લઈ જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી યુસુફભાઇ ઉર્ફે જુસબભાઇ રહીમભાઈ સમાણી 47 રહે. વાવડી રોડ ગોકુલ ફાર્મ સામે મોરબી વાળો વરલી જુગારના આંકડા વાળા મોબાઈલ સાથે મળી આવેલ હોય પોલીસે 5000 ની કિંમતનો મોબાઈલ તથા 780 ની રોકડ આમ કુલ મળીને 5780 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પાસેથી હારુનભાઈ ગુલામરસુલ મીયાણા રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News