મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી


SHARE































મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી

મોરબી નજીકના નવા સાદુળકા ગામે રહેતો યુવાન ગુમ થઈ ગયો હતો જેથી તે યુવાનને તેના પરિવારજનો અને પોલીસ શોધી રહી હતી તેવામાં મોરબીની મચ્છુ નદીમાંથી યુવાનનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતો ચતુરભાઈ કેશુભાઈ પરમાર (20) નામનો યુવાન ઘરે કોઈને કશું કહ્યા વગર ગત તા. 15/4 ના રોજ બપોરે 2:00 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયો હતો અને તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી કરીને યુવાન ગુમ થયો હોવા અંગેની તેના મોટાભાઈ રમેશભાઈ કેશુભાઈ પરમાર (40)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પરિવારજનો અને પોલીસ દ્વારા ગુમ થયેલા યુવાનને શોધવા માટેની તજવીજ કરી રહ્યા હતા તેવામાં રવામાં આવી રહી હતી તેવામાં મોરબી નજીકના મચ્છુ-3 ડેમ પાસે મચ્છુ નદીમાથી કોહવાઈ ગયેલ હાલતમાં ચતુરભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો

રાપર રોડ પ્રાથમિક શાળા પાસે રહેતા મુલસોહ રાવત નામના વ્યક્તિને પીજીવીસીએલ જેતપર સબ ડિવિઝનમાં કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો હતો જેથી તે ઊંચાઈ ઉપરથી નીચે પડતાં તેને ઇજાઓ થઈ હતી જેથી તે વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી












Latest News