હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો


SHARE







મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો

મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ મનુપાર્કમાં રહેતા એક ટ્રક ડ્રાઇવર ઉપર જૂની અદાવત રાખીને ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસી જાનલેવા હુમલો કર્યો હતો.બુલેટ પરત માંગવા જેવી સામાન્ય બાબતે થયેલા આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આનંદનગર પાછળ રહેતા નિલેશભાઇ પુનાભાઇ વાળાના મૃતક ભાઇનું બુલેટ નં GJ-36-AQ-7077 આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઇ મુંધવા લઈ ગયો હતો. ફરિયાદી અવારનવાર આ બુલેટ પરત માંગતા હોય, જેનો ખાર રાખીને સાગર અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો કાળા કલરની સ્કોર્પિયો કાર લઈને ફરિયાદીના ઘરમાં ઘૂસી આવ્યા હતા. શખ્સોએ ગાળાગાળી કરી લાકડાના બેટ અને લોખંડના સળિયા વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો.જેમાં તેમને માથાના ભાગે તથા જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ છે.હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.






Latest News