મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી સિલાઈ કરાવવા જવનું કહીને નીકળેલી યુવતી ગુમ


SHARE







મોરબીમાં ઘરેથી સિલાઈ કરાવવા જવનું કહીને નીકળેલી યુવતી ગુમ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા પરિવારની યુવતી ઘરેથી સિલાઈ કરાવવા જવાનું કહીને નીકળી હતી અને ત્યાર બાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા નવીનભાઈ કેશુભાઈ સરવૈયા નામના વ્યક્તિએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓની દીકરી શિલ્પાબેન નવીનભાઈ સરવૈયા (26) ગત તા. 29/4 ના રોજ સવારે 10 વાગ્યે ઘરેથી સિલાઈ કરાવવા જવાનું કહીને નીકળી હતી અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી નવીનભાઈ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ સતિષભાઈ ગરચર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામે રહેતા સોમાભાઈ ગણેશભાઈ રબારી (70) નામના વૃદ્ધને રાધિકા હોટલ સામે આઇસરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા બળદેવભાઈ બાલુભાઈ કોટડીયા (26) નામના યુવાનને કોઈ કારણોસર ઝેરી દવાની અસર થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News