મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં ચોમાસાની ઋતુના આગોતરા આયોજન માટે કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી આ બેઠકનું સંચાલન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી અધિક નિવાસી કલેકટર એસ.જે. ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સમીક્ષા કરાઈ હતી તેમજ આગામી ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો તકેદારીના પગલાં માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાનની જવાબદારી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપાયું હતું

ખાસ કરીને ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવા માટે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે વરસાદમાં સલામત આશ્રય સ્થાનો  પર રાખવા માટેની વ્યવસ્થા કરવા, ભારે વરસાદની આગાહી અંગે લોકોને સાવચેતીના સંદેશ સમયસર પુરાપાડવા, ડી વોટરીંગ, પાઇપ, હોળી, દોરડા, જનરેટર સહિત સુવિધાઓ હાથવગી રાખવા તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે દવા સહિત વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. અને કલેકટરે વધુ વરસાદમાં જાન-માલ હાની ન થાય તેમાટે પૂરતી તકેદારી રાખવા તેમજ તમામ અધિકારીઓને સચેત એપ ડાઉનલોડ કરવાની સૂચના અપાઇ હતી આ બેઠક જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મનપા ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.






Latest News