મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ


SHARE









ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ

‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૩’ ની ભવ્ય સફળતા બાદ કચ્છ લોકસભા દ્વારા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ - ભુજના માધ્યમથી ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે-નાઈટ ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન- ૪’ નું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ભુજ શહેરના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૪’ નો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો ત્યારે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં કચ્છ- મોરબી-માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લેશે. અને આ ટુર્નામેન્ટ થકી ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને એક મજબુત પ્લેટફોર્મ મળી રહેશે. તેમજ આ ટુર્નામેન્ટ ૩૭ દિવસ સુધી ચાલશે જેમાં ૪૦૦ થી વધુ ટીમો ભાગ લઇ રહેલ છે. આ પ્રસંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદએ જણાવ્યુ હતું કે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ એક એવી ટુર્નામેન્ટ છે જેમાં ૪૦૦ થી વધુ ટીમ ભાગ લઇ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએથી જ બાળકોને રમત-ગમત ક્ષેત્રે પોતાનો કૌવત બતાવવા ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ જેવા વિવિધ રમત મહોત્સવનું આયોજન કરી હર હંમેશ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે. આપણા સૌના જીવનમાં રમત એ ખુબ મહત્વની છે. અને રમતથી આપણા મનને આનંદ થાય છે. અને રમત એ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. તેમજ ઘણી બીમારીઓ સામે પણ માનસિક રીતે લડવામાં તે મજબુતી આપે છે. આ તકે સાંસદ વિનોદભાઇ ચાવડા, સર્વે ખેલાડીઓ અને આયોજનમા જોડાયેલ સર્વે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.




Latest News