મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE





















માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

માળીયા મીયાણામાં રહેતા યુવાને ઇનસ્ટાગ્રામમાં યુવતીને મેસેજ કર્યો હોવાનો ખોટો વહેમ રાખીને તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને જપાજપી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ધોકા વડે હાથે પગે મારમારીને ફેક્ચર જેવી ઇજા કરી છે તેમજ માથાના ભાગે છરીનો હાથો મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં ત્રણ શખ્સો સામે યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

માળિયા મિયાણા નેશનલ હાઈવે રોડ ઉપર રિલાયન્સના પંપની પાછળ ખારાવાંઢ વિસ્તારમાં રહેતા યુનુસ સાઉદીનભાઈ મોવર (18)એ હાલમાં સલીમ સુભાનભાઇ કટિયા, સદીક ઉર્ફે સદો સુભાનભાઈ કટિયા રહે. બંને નવજીવન હોટલ પાસે માળિયા મીયાણા તથા ફારુકભાઈ રહે. નવા અંજીયાસર વાળા સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી સલીમની દીકરીને કોઈ ઇનસ્ટાગ્રામમાં મેસેજ કરતું હોયએ વાતનો ખોટો વહેમ રાખીને સલીમે ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ધોકા વડે માર મારીને જમણા હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તથા ફરિયાદીના ડાબા હાથમાં મુંઢ ઇજા કરી હતી અને ફરિયાદીના માથા તેમજ શરીરે માર માર્યો હતો. જો કે, સદીકે ફરિયાદીને પકડી રાખ્યો હતો અને ફારૂકે ફરિયાદીને ગાળો આપી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.










Latest News