મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા


SHARE









મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા

વાંકાનેરના સણોસરા ગામથી 210 નંગ મુરઘાં સુપર કેરી ગાડીમાં ભરીને કચ્છમાં યુવાન જઈ રહ્યો હતો દરમિયાન મોરબીના લાલપર ગામ પાસે કાર ચાલકે તેના વાહનને ટક્કર મારી હતી જેથી સુપર કેરી વાહન બે થી ત્રણ પલટી મારી ગયું હતું આ બનાવમાં યુવાનને બંને પગમાં ટચલી આંગળીમાં ત્રણ-ત્રણ ટાંકા આવ્યા છે અને ગાડીમાં ભરેલા 210 મુરઘાં પૈકી 150 મુરઘાના મોત થયા હતા જેથી આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના સિંધાવદર ગામે રેલવે સ્ટેશનની સામેના ભાગમાં રહેતા વિપુલભાઈ દેવજીભાઈ વીરસોડીયા (40) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 6 ઇડી 8658 ના ચાલક ગોપાલભાઈ વલ્લભભાઈ સાકરિયા રહે. જનળાકંધેવાડિયા તાલુકો વિંછીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તે પોતાની સુપર કેરી ગાડી નંબર જીજે 36 વી 8429 માં સણોસરા ગામેથી 210 નંગ મુરઘાં ભરીને કચ્છમાં અલગ અલગ જગ્યાએ આપવા માટે જતો હતો ત્યારે મોરબી નજીકના લાલપર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર આરોપી કાર ચાલકે ફરિયાદીના વાહનને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીનું વાહન બે થી ત્રણ પલટી મારી ગયું હતું. જે બનાવમાં ફરિયાદીને બંને પગની ટચલી આંગળીમાં ઇજા થતાં 3-3 ટાંકા આવ્યા હતા અને શરીરે પણ ઇજાઓ થઈ હતી આટલું જ નહીં તેના વાહનમાં ભરેલા 210 મુરઘામાંથી 150 જેટલા મુરઘાના મોત થયા હતા જેથી હાલમાં બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News