મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

હળવદના ચરડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને મહિલા અને તેના પતિને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને દંપતીએ ગાળો આપવાની ના પાડતા ત્રણ શખ્સોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો મહિલાના પતિને મારમાર્યો હતો જેથી તેને કપાળ, નાક અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ ચરાડવા ગામના રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે કૃણાલ ચાર રસ્તા નજીક સમતા સોસાયટીમાં રહેતા રીટાબેન પીન્ટુભાઈ હળવદિયા (30)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમિત મનોજભાઈ હળવદિયા, ધર્મેશ મનોજભાઈ હળવદિયા અને વીરુ મનોજભાઈ હળવદિયા રહે. ત્રણેય ચરાડવા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચરાડવા ગામે રાજલનગર ખાતે ફરિયાદીના દિયરના દીકરાના લગ્ન કહતા જેથી તેઓ પોતાના પતિ અને સંતાનોની સાથે ત્યાં આવ્યા હતા ત્યારે ફરિયાદીના જેઠાના ત્રણેય દીકરા સાથે અગાઉના ઝઘડા થયો હતો જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા તેના પતિ પીન્ટુભાઇ ગજેન્દ્રભાઈ હળવદિયાને બોલાચાલી ઝઘડો કરી ગાળો આપતા હતા જેથી કરીને ફરિયાદી તથા તેના પતિએ ગાળો આપવાની ના પાડી હતી અને જેથી આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને ત્યારે અમિત અને વીરુએ લાકડાના ધોકા વડે તથા ધર્મેશે ઢીકાપાટુનો ફરિયાદીના પતિને આડેધડ માર્યો હતો જેથી તેઓને કપાળ, નાક અને મોઢામાં ઇજાઑ થઈ હતી અને આરોપીઓએ ટોન જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ઇજા પામેલા ફરિયાદીના પતિને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં નાકના ભાગે ફ્રેક્ચર, કપાળના ભાગે ટાંકા આવ્યા હતા અને મોઢ ઉપર પણ ગંભીર ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જેઠાના ત્રણ દીકરાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News