મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ


SHARE







કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ

કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ - ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-4 નું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબી-માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અને 400 થી વધુ ટીમોએ ભાગ લીધેલ છે. તાજેતરમાં “માં ભવાની ઇલેવન માધાપર” અને “માં શક્તિ ઇલેવન કુકમા” વચ્ચે રમાઇ જેમાં “માં ભવાની ઇલેવન માધાપર” ની જીત થઇ હતી. બીજી મેચ “ઓમ કચ્છ વાલ્મીકી ઇલેવન” અને “RR માધાપર ઇલેવન” વચ્ચે રમાઇ જેમાં “ઓમ કચ્છ વાલ્મીકી ટીમ” વિજેતા થઇ હતી. ત્રીજી મેચ “વોરિયર ઇલેવન” અને “આયર્ન ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી. જેમાં “આયર્ન ઇલેવન ભુજ” વિજેતા થઇ હતી. ચોથી મેચ “ગોઇન્ગ ઇલેવન માનકુવા” અને “બાઝ ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમાં “બાઝ ઇલેવન” ની જીત થઇ હતી. પાંચમી મેચ “રોયલ B ઇલેવન” અને “રોયલ ફુટવેર ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમાં “રોયલ B ઇલેવન” વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ “AG ઇલેવન ભુજ” અને “TATA XI ભુજ” વચ્ચે રમાઇ જેમાં “AG ઇલેવન ભુજ” વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.






Latest News