મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી (શહેર) તાલુકા કક્ષાએ યોજાતો જાન્યુઆરી-૨૦૨૬ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૬/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ વેજીટેબલ રોડ ખાતે યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦ મે સુધીમાં મોરબી (શહેર) તાલુકા કક્ષાના પ્રશ્નો શહેરી મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે અને ૧૦ તારીખ પછી મળેલી અરજીઓ આવતા મહિને ધ્યાનમાં લેવામાં આવશે. આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે. તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/ પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. ખાસ કરીને આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તથા અગાઉ ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં લેવાઈ ગયેલા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં તેવું મોરબી મામલતદાર  શહેરની યાદીમાં જણાવાયું છે.




Latest News