મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી


SHARE









મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી

ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના ખેડૂત નેતાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જિલ્લામાં ખાનગી કંપનીના વીજપોલ ઊભા કરવા માટે ખેડૂતોને નોટીસો આપવામાં આવી છે. જેને ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિએ "ચૂંટણી બાદની દગાખોરી" ગણાવી છે અને 10 દિવસમાં નોટિસ પછી ખેચવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને જો નોટિસ પછી ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરીને બંધ કરવાની અને ખેડૂતની લેખિત સંમતિ વગર જમીન ઉપર જેસીબી ચાલશે તો ખેડૂતો ટ્રેક્ટર સાથે સામે ચડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના ખેડૂત નેતા મહેશ રાજકોટીયાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, આપ પણ ખેડૂત પુત્ર છો અને ચૂંટણી પહેલાં સ્ટેજ પરથી "મારી માતા ખેતરમાં કામ કરતી" કહીને મત લીધા અને હવે એ જ માતાની જમીન છીનવવા JCB મોકલો છો ?, જમીન સંપાદન કાયદો કહે છે ગ્રામસભા વગર એક તસુ નહીં. તો આપના અધિકારીઓ કયા બંધારણથી રાત્રે ઘર તોડવા આવે છે ? ગુજરાતમાં કાયદાનું રાજ છે કે ખાનગી કંપનીઓનું ? મોરબી જીલ્લામાં જે વીજપોલ ઊભ થશે તેના ઉપર વીજ લાઇન પાથરીને વીજળી મુંબઈ, દિલ્હી જમ્મુ કાશમીરને આપવાની અને નફો ખાનગી કંપનીને અને શોષણ ખેડૂતોનું કરવામાં આવી રહી છે. આટલું જ નહીં ખેડૂત આતંકવાદી હોય તેવી રીતે રાત્રે 2 વાગ્યે પોલીસ ઘરે આવે છે અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે.

મોરબી જીલ્લામાં જે નોટિસો આપવામાં આવેલ છે. તેને રદ કરવાનો લેખિત હુકમ કરવામાં આવે અને ખેડૂતની 100 ટકા લેખિત સંમતિ વગર એક ડગલું ખાનગી કંપની કે તંત્ર આગળ વધશે તો તેનો વિરોધ કરાશે. અને ખેડૂતોને જમીનના બજારભાવના 4 ગણા + 18 ટકા વ્યાજ + કાયમી નોકરી અને રોકડા અત્યારે જ આપવામાં આવે પછી જ કામ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ખેડૂતોને રાત્રે નોટીસ આપનાર કલેક્ટર અને મામલતદારને તાત્કાલિક સસ્પેન્ડ કરી જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ કરી છે.

અંતમાં મહેશ રાજકોટીયાએ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી દિવસોમાં 10 હજાર ખેડૂતોને સાથે રાખીને "આમરણ ઉપવાસ અને ઘેરાવો" કરવામાં આવશે. અને આગામી દિવસોમાં ગુજરાતભરમાંથી 50 હજાર જેટલા ખેડૂતો ગાંધીનગર વિધાનસભા ખાતે "ખેડૂત મહાકૂચ" કરીને વિધાનસભાને ઘેરાશે અને મોરબીમાં આપેલી નોટિસો 10 દિવસમાં પછી ખેંચવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાનું મહેશ રાજકોટીયાએ અલ્ટિમેટમ આપ્યું છે.




Latest News