મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં દેશી-વિદેશી દારૂની ત્રણ રેડમાં 1.81 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીમાં દેશી-વિદેશી દારૂની ત્રણ રેડમાં 1.81 લાખનો મુદામાલ કબ્જે

મોરબીની રાજપર ચોકડી પાસેથી 10 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો હતો જયારે ખાટકીવાસ ચોક પાસેથી 24 લિટર દારૂ સાથે એક આરોપી અને વજેપર શેરી નં-6 પાસેથી 25 લિટર દેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો હતો જેથી પોલીસે દારૂ અને અન્ય મુદામાલ મળીને આ ત્રણ રેડમાં કુલ મળીને 1.81 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સનાળા ગામની રાજપર ચોકડી પાસેથી એકટીવા નંબર જીજે 36 એક્યુ 7447 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તે વાહન ઉપર જઈ રહેલા શખ્સને રોકીને ચેક કરતાં તેની પાસેથી દારૂની નાની 10 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1200 ની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 51,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી સલમાનભાઈ ઇબ્રાહીમભાઇ પઠાણ (29) રહે. લાતી પ્લોટ શેરી નં-8 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે શાહરૂખ હાજીભાઈ ખો રહે. લાતી પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધાયો છે અને માલ આપનારને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

મોરબીમાં ખાટકીવાસ ચોક પાસેથી પસાર થઈ રહેલા એક્ટિવા નંબર જીજે 36 2145 ને રોકીને પોલીસે ચેક કરતા એકટીવા ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી 24 લિટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ મળીને 64,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુનિલભાઈ દીલીપભાઇ બહાપીયા (21) રહે. કાલિકા પ્લોટ પરસોતમ ચોક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન હનીફાબેન સઇદુભાઇ જેડા રહે. વીસીપરા મોરબી વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવીને સલમાબેન ઉર્ફે સુમનબેન તોફિકભાઈ ચાનીયા રહે. કાલિકા પ્લોટ પરસોતમ ચોક મોરબી વાળાને દેવા જતો હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેય સામે ગુનો નોંધી બે મહિલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીમાં વજેપર શેરી નં-6 પાસેથી પસાર થઈ રહેલ બાઈક નંબર જીજે 36 કે 3263 ને રોકીને પોલીસે બાઈક ઉપર જઈ રહેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી 25 લિટર દેશી દારૂ મળી આવતા 50,000 રૂપિયાની કિંમતનું વાહન 5000 રૂપિયાની કિંમતનો દારૂ તથા 10 હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન આમ કુલ મળીને 65,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મનોજભાઈ કાનજીભાઈ ચૌહાણ (35) રહે. વીસીપરા મહાકાળી મિલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે






Latest News