મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી


SHARE









વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી

વાંકાનેરના જાલી ગામની સીમમાં વાડીએથી પાણીની મોટર તથા સર્વિસ માટેના કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી 25,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ખેડૂતો દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ બોલાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા અને ખેતી કામ કરતા અજયભાઈ છનાભાઇ ખમાણી (25)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના જાલી ગામની સીમમાં કરાર તરીકે ઓળખાતી ફરિયાદીની વાડીએ પાણી ખેંચવા માટેની મોટર તથા તેનો સર્વિસ વાયર રાખ્યા હતા જે 20,000 ની કિંમતની મોટર તથા 5000 રૂપિયાની કિંમતનો વાયર આમ કુલ મળીને 25,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી અજાણ્ય શખ્સ દ્વારા કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દવા પી જતા સારવારમાં

મોરબીના માળીયા મીંયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા પૂજાબેન ખેંગારભાઈ છૈયા નામના મહિલા વધુ પડતી માનસિક રોગની દવા એકી સાથે પી જતા તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર. ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે હળવદના ચૂંપણી ગામે રહેતા જીલુબેન ડાયાભાઈ ગોરીયા નામના ૨૨ વર્ષીય મહિલા તા.૨૭-૪ ના રાત્રીના બે વાગ્યાના વાડી વિસ્તારમાં બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે બાઇક સ્સીપ થતા પડી ગયા હોય સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.તેમજ જામનગરના રહેવાસી વિશાલ દશરથભાઈ વાંક નામના ૨૨ વર્ષના યુવાને કોઇ કારણોસર દવા પી લીધી હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News