હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત


SHARE







અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીના ભરતનગર ગામ પાસે કારખાનામાં કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી જવાથી હાથ અને માથામાં ઇજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે મોરબીમાં ગ્રીન ચોક પાસે કંસારા શેરીમાં રહેતા વૃદ્ધ પોતે પોતાના ઘરની અંદર પડી ગયા હતા જેથી માથા અને શરીરે ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેનેસારવાર માટે ખસેડાયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ જાંબુઆ સુંજાપુરના રહેવાસી સંજુભાઈ માવજીભાઈ ભુરીયા (24) નામનો યુવાન મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ લેકમા પેનલ ઇન્ડસ્ટ્રીઝ એલએલપી ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યારે મશીનમાં હાથ આવી જવાના કારણે હાથ અને માથાના ભાગે તેને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપીને તેને રજા આપવામાં આવતા યુવાન તેના વતનમાં ગયો હતો. દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પિતા માવજીભાઈ શુક્લાભાઇ ભુરીયા (50) રહે. સુજાપુરા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ કંસારા શેરી સાંઈ વાળો ખાંચો ખાતે રહેતા અભેસિંગ કાનજીભાઈ સોઢા (60) નામના વૃદ્ધ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં પડી ગયા હતા જેથી કરીને માથા અને શરીરે ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટની હોસ્પિટલ સુધી લઈ જવામાં આવેલ હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News