મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ


SHARE









મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ

મોરબી જીલ્લાના માળીયા (મીં) તાલુકાના નાની બરાર ગામના રહેવાસી અશોકભાઈ પરબતભાઈ ચાવડા (ઉ.41) નામના યુવાનને સાયલા (સુરેન્દ્રનગર) પાસેના વડોદ ગામની પાસે માર્ગ અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ થયેલ હતી. ગત તા.2ના રોજ બનેલા અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત અશોકભાઈ ચાવડાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જોકે ટુંકી સારવાર દરમ્યાન અશોકભાઈનું મોત નિપજયુ હતું. જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના સતીષભાઈ બાલાસરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

 સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતા જીગુબેન મનુભાઈ ડુંગરા (25)ને ઘરે પતિએ ધોકા વડે માર મારતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા. જયારે પાડાપુલ નીચે નદીના પટમાં માથામાં પાઈપ મારવામા આવતા કરનભાઈ ભીમાભાઈ સોલંકી (27) રહે. ભીમસર વેજીટેબલ રોડને સારવાર માટે ખસેડાયો હતો. મોરબી-વાંકાનેર હાઈવે લાલપરની પાસે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા માનસીબેન મુકેશભાઈ પરમાર (21) રહે. લાલપરને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા.

દવા પી જતા
 ઘુંટુ રોડે સીરામીક યુનીટના લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા સુનીલ રમેશભાઈ દેવધા (20) નામના યુવાને કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે લઈ જવાયો હતો. જયારે મોરબીથી બાઈકમાં જામનગર જતા સમયે જોડીયાના બીણાધર ગામે બાઈક-રીક્ષાનો અકસ્માત થતા શેરબાનુ ફારૂકભાઈ સિપાઈ (53) અને સુફીયાન એઝાઝભાઈ ચૌહાણ (05) રહે. રણછોડનગર શાંતિવન સ્કુલ પાસેને ઈજાઓ થતા બંનેને અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

પતિએ માર માર્યો
 મોરબી પખાલી શેરીમાં રહેતા પરીવારની મુશ્કાનબેન ફૈઝલભાઈ ઘોરી (25) નામની પરણીતાને રાજકોટ બજરંગવાડી પુનીતનગર શેરી નં.8માં રહેતા પતિએ માર મારેલ હોય અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદના મેરૂપર ગામે વાડી વિસ્તારમાં દવા પી જતા વેરસિંગ રાજુભાઈ રાઠવા નામના 18 વર્ષના યુવાનને હળવદ પ્રાથમીક સારવાર આપીને અત્રેની સીવીલે લાવવામાં આવ્યો હતો.

 હળવદના સિરાઈ ગામે ધનજીભાઈની વાડીએ રાત્રીના એકાદ વાગ્યે ઝેરી દવા પી ગયેલ આરતીબેન લાભુભાઈ પરમાર (ઉ.18)ને સારવાર માટે અત્રેની સીવીલે લાવવામાં આવી હતી. તેણીનો લગ્નગાળો 10 માસનો હોય પોલીસે બનાવની નોંધ કરી કારણ સંદર્ભે તપાસ કરી હતી.




Latest News