મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો


SHARE











મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો

મોરબીના નવી પીપળી ગામે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવતા દારૂની નાની 80 બોટલ સાથે એક ઝડપાયો છે અને દારૂનો જથ્થો આપનારનું નામ સામે આવ્યું હોય બે શખ્સોની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે મોરબીના રવાપર રોડ ઉપરથી દારૂની પાંચ બોટલો સાથે બાળકીશોર ઝડપાયો હતો અને તેની પૂછપરછ દરમિયાન અન્ય બે શખ્સોના નામ સામે આવ્યા હોય પોલીસે હાલમાં ગુનો નોંધીને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ નવી પીપળી ગામે વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા દિલીપસિંહ પઢિયારના મકાનમાં દારૂનો જથ્થો હોવાથી હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 80 બોટલો મળી આવતા પોલીસે 12 હજાર રૂપિયાની કિંમતમાં દારૂનો જથ્થો તથા 5 હાજર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 17,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી દિલીપસિંહ ભવરસિંહ પઢિયાર (22) રહે નવી પીપળી ગામ વૃંદાવન પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે અર્જુનસિંહ હરિસિંહ રાઠોડ રહે. હાલ લીલાપર રોડ ખડીયાવાસ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

5 બોટલ દારૂ સાથે બાળકિશોર ઝડપાયો

મોરબીના રવાપર રોડ પર આવેલ હવેલી પાન પાસેથી પસાર થઈ રહેલ એકટીવાને રોકીને પોલીસે એકટીવા પર જઈ રહેલા વ્યક્તિને ચેક કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 600 ની કિંમતનો દારૂ, 30,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન અને 50,000 ની કિંમતનુ વાહન આમ કુલ મળીને 80,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી રેહાન ઇમરાનભાઈ પલેજા રહે. કાલિકા પ્લોટ મોરબી તથા અમન અશરફભાઈ વીસર રહે. પંચાસર રોડ જનકનગર મોરબી વાળાના નામ સામે આવ્યા હોય પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાળ કિશોર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News