હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા


SHARE







ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા

વાંકાનેરમાં આવેલ આઈટીઆઈ ખાતે મહિલાઓને તાલીમ મળે અને તેઓ પગભર બની શકે તે માટે વાંકાનેરના ધારાસભ્યરાજ્યમંત્રીને રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને સરકાર દ્વારા વાંકાનેર આઈટીઆઈ ખાતે ચાલુ વર્ષથી બહેનો માટે વિવિધ ચાર કોર્સ શરૂ કર્યા છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓને પગ પર કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે તેવામાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાને લેખિતમાં રજૂઆત કરીને વાંકાનેરમાં આવેલ આઇટીઆઇ ખાતે વિવિધ મહિલા લક્ષી કોર્સ શરૂ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને જેને ધ્યાને લઈને સરકાર દ્વારા વર્ષ 2026 થી વાંકાનેર આઇટીઆઇ ખાતે સુઇંગ ટેકનોલોજી, બેઝિક કોસ્મોટોલોજી, ફેશન ડિઝાઇનિંગ અને ટેકનોલોજી જેવા વિવિધ ચાર નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે અને તેના માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આમ વાંકાનેરના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ રજૂઆતને ધ્યાન રાખીને સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ ચાર કોર્સ શરૂ કરવામાં આવેલ છે જેથી ધારાસભ્યએ સરકાર અને રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સાથોસાથ વાંકનેર શહેર અને તાલુકાનાં બહેનોએ આ વિવિધ કોર્સનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે.






Latest News