મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી


SHARE









મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી

મોરબી જિલ્લા સેવા સદનમાં લોકોની સુવિધા માટે જુદીજુદી બાજુએ દરવાજા મૂકવામાં આવેલ છે પરંતુ સ્થાનિક અધિકારીઓએ દ્વારા કોઈપણ કારણોસર એક દરવાજા સિવાયના બીજા દરવાજ બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને સિનિયર સીટીઝન સહિત સેવા સદનમાં કામ કાજે આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને તમામ દરવાજા ખોલવામાં આવે તેવી કલેક્ટરને સિનિયર સીટીઝન દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને જો દરવાજા નહીં ખોલવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મોરબીમાં આવેલ રીલીકનગરમાં રહેતા એમ.જી. મારૂતીએ કલેક્ટરને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી સેવા સદનમાં ઘણી બધી ઓફીસ આવેલ છે તો પણ તે કચેરીમાં એક દરવાજા સિવાયનાં બધા જ દરવાજા બંધ કરી દેવામાં આવેલ છે. જેથી કરીને સિનિયર સીટીઝન સહિતના લોકોને કચેરીમાં આવે ત્યારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી સેવા સદન બનાવવામાં આવ્યું હતું ત્યારે ત્યાં આવનારા અરજદારોને ધ્યાને રાખીને દરવાજા મૂકવામાં આવેલ હતા જો કે, ત્યાંના દરવાજા શા માટે બંધ કરવામાં આવેલ છે તે કોઈને સમજાતું નથી. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, તેઓ સિનિયર સીટીઝન છે અને પોતાનો દાખલો લેવા માટે ટ્રેઝરી ઓફીસે ગયા હતા અને તેઓને શ્વાસની તકલીફ છે, હૃદયની બીમારી છે અને ત્રણ નળી બ્લોક છે જેથી તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી તેઓની જેવા સિનિયર સિટીઝનોની મુશ્કેલીઓને ધ્યાને રાખીને સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




Latest News