મોરબીમાં રવાપર ગામે રહેતા યુવાને હાથ ઉછીના લીધેલ રૂપિયા પાછા આપી દીધા તો પણ ધમકીઓ ચાલુ ! મોરબી શહેર-વાંકનેરના મકતાનપરમાં દારૂની જુદીજુદી બે રેડ: 182 બોટલ દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં જુદી જુદી બે જગ્યા ખનીજ ચોર ઉપર રેડ: 3.04 કરોડનો મુદ્દામાલ કબજે


SHARE











વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં જુદી જુદી બે જગ્યા ખનીજ ચોર ઉપર રેડ: 3.04 કરોડનો મુદ્દામાલ કબજે

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેફાન ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી થોડા સમય પહેલા વાંકાનેર તાલુકામાં સ્થાનિક પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી ત્યારે કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો દરમિયાન છેલ્લી 24 કલાકમાં વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં જુદી જુદી બે જગ્યા ઉપર એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી ત્યારે બંને રેડમાં મળીને 3.04 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે

મોરબી જિલ્લા એલસીબી તથા એસજીની ટીમ દ્વારા ખાણખનિજ વિભાગના અધિકારીને સાથે રાખીને વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ખનન કરવામાં આવી રહ્યું હતું ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી છ ડમ્પર મળી આવ્યા હતા જેના નંબર જીજે 36 વાય 8877, જીજે 18 એયું 9068, જીજે 13 એએક્સ 9297, જીજે 13 એએક્સ 5592, જીજે 13 એક્સ 7171 અને જીજે 13 ડબલ્યુ 2351 છે તે ઉપરાંત એક જેસીબી, એક ટ્રેક્ટર લોડર વિગેરે મળીને કુલ 1.39 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને આ ગેરકાયદે ખનીજ ખનનમાં ગરુભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર તથા વાલાભાઈ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી વાળાનું નામ સામે આવ્યું હોય બંનેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ઉપરોક્ત સ્થળેથી સરકારી જમીનમાંથી કેટલા સમયથી ખનીજ ચોરી કરવામાં આવતી હતી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે અને દંડ વસવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે આવેલ જમુરી સીમ વિસ્તારમાં ડુંગર પાસે ગેરકાયદેસર ખનીજ ખનન કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ગેરકાયદે ખનીજ ખનન કરવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતું જેસીબી મશીન તથા ડમ્પર સહિતના વાહનો મળી આવ્યા હતા જેથી પોલીસ દ્વારા પાંચ ડમ્પર જેના નંબર જીજે 3 સીયું 9228, જીજે 3 સીયું 8619, જીજે 17 ટીટી 9651, જીજે 13 ટીએ 2525 અને જીજે 13 એએક્સ 6118 તેમજ એક જેસીબી મશીન આમ કુલ મળીને સ્થળ ઉપરથી 1.65 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ખનીજ ચોરીમાં હરેશભાઈ જગાભાઈ ડોડા રહે. વિનયગઢ તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે અને ખાણ ખનીજ ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News