મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત ફિલ્મી સ્ટંટની જેમ ધડાધડ ફાયરિંગ: મોરબીમાં જૂની માથાકૂટનો ખાર રાખીને સ્કોર્પિયો સહિત 3 કારમાં આવેલા 5 શખ્સોએ કર્યા ત્રણ રાઉન્ડ ફાયરિંગ, 3 ઇજાગ્રસ્ત સારવારમાં વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં જુદી જુદી બે જગ્યા ખનીજ ચોર ઉપર રેડ: 3.04 કરોડનો મુદ્દામાલ કબજે ટંકારામાં સિક્યુરિટી ગાર્ડની રૂમમાં ઘૂસીને માર મારીને 7 હજારની લૂંટ વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્કોર્પિયોના ચાલકે ઉડાવતા રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઇજા વાંકાનેરના જોધપર ગામે બાલદાઢીના રૂપિયા બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો વાંકાનેરમાં યુવાનનું અપહરણ કરીને બે શખ્સોએ માર માર્યો મોરબી નજીક બોલેરોને ટ્રક ચાલકે ટક્કર મારતા યુવાનને પગમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

ફિલ્મી સ્ટંટની જેમ ધડાધડ ફાયરિંગ: મોરબીમાં જૂની માથાકૂટનો ખાર રાખીને સ્કોર્પિયો સહિત 3 કારમાં આવેલા 5 શખ્સોએ કર્યા ત્રણ રાઉન્ડ ફાયરિંગ, 3 ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE













ફિલ્મી સ્ટંટની જેમ ધડાધડ ફાયરિંગ: મોરબીમાં જૂની માથાકૂટનો ખાર રાખીને સ્કોર્પિયો સહિત 3 કારમાં આવેલા 5 શખ્સોએ કર્યા ત્રણ રાઉન્ડ ફાયરિંગ, 3 ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબીમાં રહેતા યુવાને 15-20 દિવસ પહેલા જેની સાથે માથાકૂટ થઈ હતી તે બાબતનો ખાર રાખીને સામે વાળી વ્યક્તિએ ફોન કરીને પહેલા ગાળો આપી હતી ત્યાર બાદ મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ સિરામિક કારખાના નજીક હોટલ પાસે યુવાનને બોલાવવામાં આવતા તે યુવાન તેના મિત્રો અને ભાઈ સહિતના લોકો સાથે ત્યાં ગયો હતો ત્યારે સ્કોર્પિયો, કિયા અને સ્વિફ્ટ ગાડીમાં 5 શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાન તેમજ તેની સાથે રહેલા લોકો કશું જ સમજે તે પહેલા કારમાંથી ઉતરતાની સાથે જ ફિલ્મી સ્ટંટની જેમ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જેથી કરીને યુવાનની સાથે આવેલા વ્યક્તિને માથામાં છરા વાગતા તેને ઈજા થઈ હતી ત્યાર બાદ આરોપીઓએ ભાગવાનો પ્રયત્ન કરતા તેની ગાડીને રોકવા માટે યુવાનની સાથે રહેલા તેના મિત્રએ થાર ગાડી સ્કોર્પિયોની પાછળના અથડાવી હતી જેથી આરોપીઓએ ફરી પાછા ત્યાં આવીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જેમાં યુવાન સહિત કુલ બે વ્યક્તિને ત્યારે ઇજા થઈ હતી આમ ફાયરિંગના આ બનાવમાં ઇજા પામેલા ત્રણેય લોકોને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ઈજા પામેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-1 માં રહેતા શાહરુખભાઈ ફિરોજભાઈ પઠાણ (32) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાજીદ  સાઉદીનભાઈ જેડા, નૂરમામદ જેડા, સમીર જેડા,લો જેડા અને સ્વિફ્ટ કારમાં આવેલ અજાણ્યો માણસ આમ કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને આરોપી સાજીદ જેડા સાથે 15-20 દિવસ અગાઉ માથાકૂટ થયેલ હતી અને તે બાબતનું મન દુઃખ રાખીને આરોપીઓ ભેગા મળીને કાવતરું કર્યું હતું અને ફરિયાદી તથા સાહેદોને મારી નાખવાના ઇરાદે સ્કોર્પિયો, સ્વીફ્ટ અને કિયા કારમાં આવ્યા હતા અને આરોપી સાજીદ જેડાએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તથા નૂરમામદ જેડાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જે બનાવમાં ફરિયાદી સહિત કુલ 3 લોકોને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે.

વધુમાં ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ઓસીસ કારખાના પાસેથી ફરિયાદી પોતાના મિત્રો આમદભાઈ કાસમભાઇ કટિયા અને મેહુલ આચાર્યની સાથે આઈ-20 કારમાં બેલાથી પરત પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે સાજીદ જેડાનો ફોન ફરિયાદીના મોબાઇલમાં આવ્યો હતો અને કહ્યું હતું કે “મને મારવાની કોણ વાત કરે છે” જેથી ફરિયાદીએ કહ્યું હતું કે “આવી ખોટી વાત મારાથી ન કર” તેવું કહીને ફોન કાપી નાખ્યો હતો જેથી કરીને ફરી પાછો સાજીદે ફોન કર્યો હતો અને ફરિયાદીને ળો આપી હતી જેથી ફરિયાદી સાથે રહેલ તેના મિત્ર આમદભાઈએ ફોન લઈને સાજીદ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, “શું મેટર છે તું શું કામ ફોન કરીને શાહરૂખને ગાળો આપે છે” જેથી સાજીદે કહ્યું હતું કે તું ફોન શાહરૂખને આપ મારે તેની સાથે વાત કરવી છે હું શાહરૂખને ભડાકે દેવાનું છું, તું ક્યાં છો તેની સાથે રહીને તેને બચાવીશ તેવી વાત કરેલ હતી.

ત્યારબાદ માળિયા હાઇવે રોડ ઉપર ઓસીસ કારખાના સામે બાલાજી હોટેલ નજીક આરોપીઓ ઉભા હોય ત્યાં આવવા માટે કહ્યું હતું જેથી ફરિયાદીએ તેના મિત્ર વીર રાઠોડને ફોન કરીને જાણ કરતા તેઓ થોડીવારમાં ઇકો ગાડીમાં તથા અન્ય લોકો બાઈકમાં ત્યાં આવ્યા હતા. અને ત્યારે આરોપી સાજીદ જેડા સહિતના આરોપીઓ જુદી જુદી ત્રણ ગાડીમાં ત્યાં આવ્યા હતા અને ફરિયાદી કશું સમજે ત્યારે પહેલા જ સાજીદ જેડાએ બંદૂકમાંથી રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેથી અલીભાઇને માથાના ભાગે છરા લાગવાના કારણે તેઓ પડી ગયા હતા ત્યારબાદ આરોપીઓ તેની ગાડીઓ લઈને મોરબી તરફ ભાગવા ગયા હતા જેથી ફરીયાદીના મિત્ર વીર રાઠોડ તેની થાર ગાડી આરોપીઓની પાછળ દોડાવી હતી અને સ્કોર્પિયો ગાડીને રોકવા માટે તેને પાછળથી ટક્કર મારી હતી.

જેથી થોડીવાર બાદ આરોપીઓ પાછા ઘટના સ્થળે આવ્યા હતા અને ત્યારે સ્કોર્પિયો ગાડીમાં બેઠેલા નૂરમામદએ બંદૂકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેથી ફરીયાદીને ગળાના ડાબી બાજુએ પેટના ભાગે અને તેના ભાઈ સલીમને છાતી અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આરોપીઓ સ્કોર્પિયો, કિયા અને સ્વિફ્ટ ગાડી લઈને માળિયા તરફ ભાગી ગયા હતા જેથી પોલીસે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને હાલમાં 5 શખ્સોની સામે હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News