મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

ટંકારામાં સિક્યુરિટી ગાર્ડની રૂમમાં ઘૂસીને માર મારીને 7 હજારની લૂંટ


SHARE









ટંકારામાં સિક્યુરિટી ગાર્ડની રૂમમાં ઘૂસીને માર મારીને 7 હજારની લૂંટ

ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ ઉપર આવેલ મોમીનનગરની બાજુમાં નવા બનતા બાંધકામની સાઇડ ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો યુવાન તેના રૂમમાં હતો ત્યારે એક શખ્સ તેના રૂમમાં આવ્યો હતો અને યુવાનને બેફામ ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યુવાન અને ત્યાં હાજર રહેલ અન્ય એક વ્યક્તિને ઢીકાપાટુનો માર મારીને યુવાન પાસેથી 7000 રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ રાજકોટના રહેવાસી અને હાલમાં ટંકારા અને કલ્યાણપર રોડ ઉપર આવેલ મોમીનનગરની બાજુમાં નવા બનતા બાંધકામની સાઈટ ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અફઝલભાઇ બસીરભાઇ લધાણી (20)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજીસા ઉર્ફે મુન્નો આતંક ફકીર રહે. કલ્યાણપર રોડ ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાની રૂમમાં હતો અને સાહેદ પણ ત્યાં હાજર હતા ત્યારે આરોપીએ રૂમની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદી અને સાહેદને બેફામ ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી અને સાહેદને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ ફરિયાદીના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 7000 ની લૂંટ કરવામાં આવેલ છે જેથી યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે લૂંટ સહિતની કલામ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News