મોરબીમાં રવાપર ગામે રહેતા યુવાને હાથ ઉછીના લીધેલ રૂપિયા પાછા આપી દીધા તો પણ ધમકીઓ ચાલુ ! મોરબી શહેર-વાંકનેરના મકતાનપરમાં દારૂની જુદીજુદી બે રેડ: 182 બોટલ દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેનો બનાવ: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનને સમાધાન માટે બોલાવી કરી નાંખી હત્યા, આરોપી સહિત 4 ને ઇજા


SHARE











મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેનો બનાવ: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનને સમાધાન માટે બોલાવી કરી નાખી હત્યા, આરોપી સહિત 4 ને ઇજા

માળીયા (મી)ના નવી નવલખી ગામે રહેતો યુવાન તે જ વિસ્તારમાં રહેતી યુવતીને ફોનમાં મેસેજ કરતો હતો અને યુવતીના લગ્ન થઈ ગયા પછી પણ તેને મોબાઈલમાં મેસેજ કરતો હતો જે બાબતે યુવતીએ યુવાનને સમાધાન કરવા માટે પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કોલસાના ડેલા પાસે બોલાવેલ હતો. જેથી યુવાન તેના બે ભાઈ સાથે ત્યાં ગયો હતો ત્યારે ફોનમાં કરેલા મેસેજ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે યુવતીના ભાઈએ યુવાનને પેટના ભાગે તિક્ષણ હથિયારનો ઘા મારી દીધો હતો જેથી ગંભીર રીતે ઇજા પામેલ યુવાન અને તેના બે ભાઈ સહિતના પાંચ ઇજા ગ્રસ્તોને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવારમાં યુવાનનું મોત નીપજયું હતું. જેથી આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી આમરણ બાજુ જવાના રસ્તા ઉપર આવેલ કુલદીપભાઈના કોલસાના ડેલા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં આસિફભાઇ ઇલિયાસભાઈ દલ (26), હુસેનભાઈ ઈબ્રાહીમભાઇ સાઇચા (29), અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોટા (30), સુલતાનભાઇ અબ્દુલભાઈ સોટા (38) અને હસનભાઈ અબ્દુલભાઈ સોટા (30) રહે. બધા નવી નવલખી વાળાને ઈજા થઈ હોવાથી પાંચેય વ્યક્તિઓને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોટા નામના યુવાનને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી હત્યના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી હતી અને મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે

વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોટા નામનો યુવાન તે જ વિસ્તારમાં રહેતા આસિફભાઇ ઇલ્યાસભાઈ દલના બહેનના લગ્ન થઈ ગયા છે તો પણ તેને ફોનમાં મેસેજ કરતો હતો જેથી તે યુવતીએ તેના ભાઈ અને પતિને આ બાબતની વાત કરી હતી જેથી મોબાઈલ ફોનમાં મેસેજ કરવા બાબતે સમાધાન કરવા માટે અબ્બાસભાઈ સોટાને પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કુલદીપભાઈના કોલસાના ડેલા પાસે બોલાવેલ હતો જેથી તે પોતાના બે ભાઈને સાથે લઈ ત્યાં ગયો હતો ત્યારે સમાધાનની વાત વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી આ બનાવમાં સ્થળ ઉપર હાજર રહેલા પાંચેય વ્યક્તિઓને ઈજા થઈ હતી જેમાં અબ્બાસભાઈ સોટાને પેટના ભાગે તિક્ષણ હથિયાર મારી દેતા ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું ટૂંકી સારવારમાં મોત નીપજયું છે અને આ બનાવ હત્યામાં પલટયો છે. જેથી મોરબી તાલુકા પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.






Latest News